વિશ્વકર્મા સંકુલમાં અમાસની ઉજવણી તારીખ 10-10-2026 ને શનિવાર
30 Jan 2022
સૌ જ્ઞાતિજનોને...... જય વિશ્વકર્મા 🙏
આથી સૌને જણાવવાનું કે આપણા વિશ્વકર્મા સંકુલમાં અમાસની ઉજવણી, દાદાના મંદિરે ભજન કીર્તન અને ફરાળી પ્રસાદની સાથે ધામધૂમથી કરવામાં આવે છે.
આવતી ભાદરવા માસની અમાસ તારીખ 10-10-2026 ને શનિવારે ઉજવવામાં આવશે.
જેમાં મહાપ્રસાદ સાથે ફરાળી પ્રસાદીની સેવા આપનાર દાતા શ્રી પોપટલાલ અંબાલાલ ગજ્જર (અમી પરિવાર) વતન-લીંચ , હાલ- સેટેલાઇટ, અમદાવાદ છે.
આ પરિવારનો સંસ્થા ખૂબ ખૂબ આભાર માને છે અને દાદાના આશીર્વાદ સદાય મળતા રહે એવી સૌ પ્રાર્થના કરે છે.
સૌ જ્ઞાતિજનોને વિશ્વકર્મા સંકુલમાં ઇલોરગઢ નિવાસી વિશ્વકર્મા દાદાની પાદુકાના દર્શન, ભજન અને પ્રસાદનો લાભ લેવા વિશ્વકર્મા સંકુલ, ઓગણજ, અમદાવાદ ખાતે સવારથી જ પધારવા વિનંતી છે.
અમાસની ફરાળી પ્રસાદી મહા-પ્રસાદ સિવાય પણ નોંધાવી શકાય છે.
અમાસની પ્રસાદીની સેવા નોંધાવવા માટે સહમંત્રી શ્રી સીતારામ આર. સુથાર (વતન: મોદીપુર, હાલ: ચાંદખેડા) નો સંપર્ક કરવા વિનંતી છે.
મો: 9426614498 પર સંપર્ક કરવો.

